શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 27 જૂન 2022 (10:55 IST)

અમરેલી: રમતા રમતા મોત આવ્યું, પાણી ભરેલા ખાડામાં પગ લપસી જતાં 3 બાળકોના મોત

અમરેલી તાલુકાના ખડ ખંળાળિયા ગામમાં એક શ્રમિક પરિવારના માથે અણધારી આફત આવી પડતાં માથે આભ તૂટી પડ્યું હતું. મજૂર પરિવારના ત્રણ બાળકો રમતાં-રમતાં પાણીના ખાડામાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એક જ પરિવારના ત્રણ બાળકોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ અકસ્માતના બનાવનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી તાલુકાના ખડ ખંળાળિયા ગામમાં એક કરૂણ બનાવ સજાર્યો હતો. આ શ્રમિક પરિવાર મૂળ રાજસ્થાન છે. બનાવની વિગત એવી છે કે આ પરિવાર ખેત મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન બાળકોના પગ લપસી પડતાં 3 બાળકો પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ ત્રણેય બાળકોને બહાર કાઢી તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જોકે ફરજ પરના ડોકટે મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં બે બાળકો અને એક બાળકી છે. ત્રણ બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.