1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (12:41 IST)

ગુંદાળા રોડ પર બંગડી સ્ક્રેપના કારખાનામાં વિકરાળ આગ લાગી, લાખો રૂપિયાનું નુકશાન

fire in gondal
ગોંડલ ગુંદાળા રોડ પર આવેલા વલ્લભવાટીકા સોસાયટીની બાજુમાં આવેલા બંગડીના સ્ક્રેપના કારખાનામાં આગ લાગી હતી. ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો, આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ ફાયરની મદદ લેવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ગુંદાળા રોડ પર આવેલા વલ્લભવાટીકા સોસાયટીની બાજુમાં આવેલા ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં બંગડીના સ્ક્રેપમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની જાણ ગોંડલ ફાયરને થતા 2 ફાયર ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. વિકરાળ આગને બુઝાવવા માટે રાજકોટ ફાયર સ્ટાફની મદદ લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ કઈ જાણવા મળ્યું નથી આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.

ગોંડલના ગુંદાળા રોડ પર ગત રાત્રે બંગડીના સ્ક્રેપમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ફાયર સ્ટેશન પર ફોન કરતા હાલ 2 ફાયર ચાલુ હાલતમાં છે અન્ય 2 ફાયર રીપેરીંગમાં છે. વધારે આગ લાગી હોઈ તો જેતપુર અને રાજકોટ ફાયર મંગાવી શકો છો, તેવા જવાબ આપવામાં આવ્યા હતા. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની આસપાસ નાના મોટી અનેક GIDC આવેલી છે. ગોંડલ ફાયર સ્ટેશનમાં એકસાથે બધા ફાયરો ચાલુ હોઈ તેવા દિવસો હજુ સુધી જોવા મળ્યા નથી. રીપેરીંગમાં પડેલા ફાયર ક્યારે ચાલુ થશે તે જોવાનું રહ્યું છે.