1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 28 જાન્યુઆરી 2024 (10:20 IST)

મંદિરમાં સ્ટેજ તૂટી પડતા મોટી દુર્ધટના, 1 મહિલાનું મોત, 17 ઘાયલ

stampade at kalkaji temple
Kalkaji Temple- દિલ્હીના નેહરુ પ્લેસમાં કાલકાજી મંદિર સંકુલમાં (Kalkaji Temple Complex) ગાયક બી પ્રાકના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. સ્ટેજ ધરાશાયી થયા બાદ મંદિર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જાગરણ કાર્યક્રમમાં લગભગ 1600 લોકો હાજર હતા.
 
કાલકાજી મંદિરના મહંત પરિસરમાં જાગરણ થઈ રહ્યું હતું. આ દરમિયાન સિંગર બી પ્રાક પરફોર્મ કરી રહ્યો હતો. મંચ પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેના કારણે લાકડા અને લોખંડની ફ્રેમથી બનેલું પ્લેટફોર્મ તૂટી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટેજ પડી જવાને કારણે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક મહિલાનું મોત થયું છે.