રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (15:03 IST)

અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસ ધંધૂકા-બગોદરા રોડ પર પલટી, 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

આજે મંગળવારે વહેલી સવારે ધંધુકા બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલ્ટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 નાના બાળકો સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધુકાના ખડોળ પાટિયા પાસે બની હતી.ધંધુકા બગોદરા રોડ પર આજે મંગળવારે વહેલી સવારે ટ્રાવેલ્સ બસ પલ્ટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા જેમાં 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો.

ધંધુકાના ખડોળ પાટિયા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3 નાના બાળકો સહિત 11 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતા ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા,અને રાણપુરની મળી 6 જેટલી 108 ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં ધંધુકા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યાં હતા. ઈજાગ્રસ્તોમાં 4ની હાલત નાજૂક જણાતા એમને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડાયા હતા. વહેલી સવારે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલિસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.