ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (09:44 IST)

પંજશીરમાં ભીષણ સંગ્રામ, અજાણ્યા લશ્કરી વિમાનોએ તાલિબાનની જગ્યાઓ પર હુમલો કર્યો:

તાલિબાને સોમવારે પંજશીર પ્રાંત પર કબજો મેળવ્યાનો દાવો કર્યા બાદ આજે અહીં ફરી એક વખત યુદ્ધ ઉગ્ર બનવાના અહેવાલો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક અજાણ્યા લશ્કરી વિમાનો દ્વારા પંજશીરમાં તાલિબાનની જગ્યાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. કેટલાક વિદેશી પત્રકારોએ પંજશીરના ડેપ્યુટી ગવર્નરને ટાંકીને આ વિસ્તારમાં ભીષણ લડાઈનો દાવો કર્યો છે.
 
સોમવારે જ તાલિબાનએ દાવો કર્યુ હતુ કે અત્યાર સુધી અજેય રહ્યા પંજશીર પ્રાંત પર પણ તેને પૂર્ણ રૂપથી કબ્જો કરી લીધુ છે. પંજશીરના ગર્વનર ઑફિસના બહાર તાલિબાન લડૈયાના ધ્વજા ફરકાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. 
 
પણ પંજશીરએ નેશનલ રેજિસ્ટ્રેંસ ફ્રંટન નેતૃત્વ કરી રહ્યા અમમદ મસૂદે તાલિબાનના કબ્જા વાળા દાવાને નકારી હતું. તેણે કહ્યુ કે તાલિબાનના વિરૂદ્ધ ત્યારે સુધી લડીશ જ્યારે સુધી તેમના શરીરથી લોહી નો અંતિમ ટીપુ ન બાકી રહે.