ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 25 જૂન 2023 (12:27 IST)

અમદાવાદ જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના થઈ.

અમદાવાદના જમાલપુર પાસે પથ્થરમારો - શનિવારે મોડી રાત્રે શહેરના અમદાવાદ જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના થઈ. જમાલપુર ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. 
 
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં  બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો છે. 
 
એવી પણ વિગતો મળી રહી છે કે કિન્નરો વચ્ચેની માથાકુટમાં મામલો મોટો થયો છે. જોકે હજુ ખરેખરમાં સત્તવાર રીતે વિગતો સામે નથી આવી રહી કે આખરે આ મામલો કેવી રીતે બિચક્યો છે. અહીં ઘટના સ્થળ પર આ મામલાને લઈને સ્થાનીક પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે.