સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (14:55 IST)

Video of a Drunken Teacher Went Viral - દાંતામાં દારૂડિયા શિક્ષકનો વીડિયો વાયરલ, વિફરેલા વાલીઓએ શિક્ષકને કાઢી મુક્યો

Video of a Drunken Teacher Went Viral
Video of a Drunken Teacher Went Viral
લથડિયા ખાતા શિક્ષકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
 
Video of a Drunken Teacher Went Viral -  ઉત્તર ગુજરાતમાં આદિવાસી વસતી ધરાવતા દાંતા તાલુકાની સ્કૂલોમાં અવારનવાર શિક્ષકોની બેદરકારીના કિસ્સાઓ સામે આવતાં રહ્યાં છે. દાંતા તાલુકામાં અગાઉ પણ ચાલુ શાળાએ એક શિક્ષક દારૂના નશાની હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર ચિખલા પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
 
શિક્ષક દારૂના નશામાં આવી જતાં લોકોએ વિરોધ દર્શાવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંબાજી નજીક ચિખલા પ્રાથમિક શાળામાં એક શિક્ષક દારૂના નશામાં પ્રવેશ્યો હતો. ચાલુ શાળામાં શિક્ષક દારૂ પીને આવતા લોકો રોષે ભરાયા હતાં. વાલીઓએ શાળામાંથી શિક્ષકને બહાર કાઢી મૂક્યો હતો. અજય પટેલ નામનો શિક્ષક અવારનવાર દારૂનો નશો કરી શાળામાં આવતો હોવાની ફરિયાદ ઊઠતી રહી છે. ત્યારે આજે ફરી એકવાર ચાલુ શાળામાં શિક્ષક દારૂના નશામાં આવી જતાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. નશામાં ધૂત શિક્ષકનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
 
શિક્ષક સામે કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે
ગ્રામજનોએ શિક્ષકને શાળામાંથી તગેડી મુકતાં તે લથડિયા ખાતો બસ સ્ટેન્ડ પર પહોંચ્યો હતો. સ્ટેન્ડ પરથી બસ પણ તેને લીધા વિના રવાના થઈ હતી. ત્યાંના સ્થાનિક લોકોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આવા નશેડી શિક્ષકો શું બાળકોને ભણાવવાના હતાં. તેઓ બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યાં છે. જેથી તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારી આવા નશેડી શિક્ષક સામે કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.