રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. અમદાવાદ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (14:26 IST)

ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.71 લાખ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યોઃ કોંગ્રેસનો દાવો

1.71 lakh women had abortions in five years in Gujarat
1.71 lakh women had abortions in five years in Gujarat
પાંચ વર્ષમાં 8 હજાર કરોડ રૂપિયા જેટલા ખર્ચ બાદ પણ રાજ્યમાં મહિલાઓનાં ગર્ભપાતના કિસ્સાઓ વધી રહ્યા છેઃ કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર
 
અમદાવાદઃ ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧,૭૧,૩૨૫ મહિલાઓનાં કાયદેસર ગર્ભપાતનાં આંકડાઓ સામે આવ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે  કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યસભામાં દ્વારા આપવામાં આવેલ ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ ૨૦૨૧-૨૨માં સમગ્ર દેશમાં ૧૩,૬૫,૦૯૬ જેટલી મહિલાઓનો ગર્ભપાત થયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં જ ૩૦૧૮૭ મહિલાઓનો ગર્ભપાત કરવામાં આવ્યો છે. રાજ્યમાં પાંચ વર્ષમાં ૧,૭૧,૩૨૫ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો છે. 
 
ગુજરાતમાં ૧૦૦૦ પુરુષે ૯૧૯ મહિલા
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલા ચોકાવનાર અને મોટા હશે? જે અત્યંત ચિંતાજનક અને ચોકાવનાર બાબત છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૮૨૦૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૨૩૯૧, વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૧૮૮૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮૬૬૦ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૦૧૮૭ જેટલી મહિલાઓએ ગર્ભપાત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૦૦૦ પુરુષે ૯૧૯ મહિલા દર્શાવે છે કે જેન્ડર રેશિયામાં પાછળ છીએ. નબળી આર્થિક પરિસ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકમાં ઓછો વિકાસ, ફેમેલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતનાં અન્ય કારણોસર ગર્ભપાત કરાવવામાં આવે છે. 
 
પાંચ વર્ષમાં ૮૦૫૧.૬૩ કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચ
ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને અજાત બાળકની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૧૧ કરોડ અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પાંચ વર્ષમાં ૮૦૫૧.૬૩ કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચ બાદ પણ રાજ્યમાં મહિલાઓનાં ગર્ભપાત કરવામાં કિસ્સાઓ વધી રહ્યા છે. જે ગુજરાત માટે ચિંતાની બાબત છે.ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, ગર્ભપાતના કિસ્સા અટકાવા માટે સામાજિક જાગૃતિ માટે છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓની પણ પ્રેગનન્સી સુરક્ષિત થાય તે અંગે ભાજપ સરકાર નક્કર કામગીરી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
 
પાંચ વર્ષમાં ગુજરાતમાં ગર્ભપાતની સંખ્યા
 
ક્રમ વર્ષ ગુજરાતમાં ગર્ભપાતની સંખ્યા
૨૦૧૬-૧૭ ૨૮૨૦૪
૨૦૧૭-૧૮ ૪૨૩૯૧
૨૦૧૮-૧૯ ૪૧૮૮૩
૨૦૧૯-૨૦ ૨૮૬૬૦
૨૦૨૧-૨૨ ૩૦૧૮૭
કુલ ૧૭૧૩૨૫