સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (13:21 IST)

Bhavnagar News - ભાવનગરમાં બિંલ્ડીંગનો સ્લેબ ધરાશાયી, 17 લોકો ઇજાગ્રસ્ત, એક દટાયાની આશંકા

Building slab collapses in Bhavnagar
Building slab collapses in Bhavnagar
ભાવનગર શહેરની મધ્યમાં આવેલા તખ્તેશ્વર મંદિર નજીક આવેલા માધવ હિલ કોમ્પ્લેક્સનાં બિંલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિતની દુકાનો દબાઈ ગઇ છે. બેઝમેન્ટની દુકાનોમાં વ્યક્તિઓ દબાયા હોવાની આશંકાના આધારે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

બિંલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનો દટાઇ ગઇ છે. જેમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકાને લઇને 108, ફાયરવિભાગ અને પોલીસ કમિશનર કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે. તંત્ર દ્વારા અત્યારે 4થી વધુ જેસીબીથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે.

મળતી માહિતી મુજબ બે માળની બાલ્કની ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 દુકાનો દબાઇ દઇ છે. અત્યારે તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરાઇ રહી છે. જોકે, કેટલા લોકો દબાયા એનો કોઇ આંકડો સામે આવ્યો નથી પણ અનેક લોકો દબાયા હોવાની શંકા છે