રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 ઑગસ્ટ 2023 (11:20 IST)

Junagadh News - જૂનાગઢ બાદ હવે અમદાવાદમાં દિવાલ ધરાશાયી

building collaspe
building collaspe
જૂનાગઢમાં હજુ થોડા સમય પહેલા બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમા બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા હતા ત્યારે હવે આજે વહેલી સવારે અમદાવાદમાં એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું દબાઈ જતા મોત થયું છે.  જેથી આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે. જે બાદ ફાયરની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 
 
વહેલી સવારે બની ઘટના
શહેરના મકરબા વિસ્તારમાં આજે વહેલી સવારે એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું મોત થયું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ ખસેડીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈનસેપ્ટન નામના બિલ્ડીંગના ત્રીજા માળમાં આ ઘટના બની હતી તેમજ બિલ્ડીંગમાં રિનોવેશનની કામગીરી ચાલતી હતી. આ ઉપરાંત મૃતક મજૂર રાજસ્થાનનનો હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.