સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (08:43 IST)

ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગેલી યુવતિ સ્કૂટીને લઇને કાર સાથે ટકરાઇ, ટ્રક નીચે આવતા આવતાં બચી

ગુજરાતમાં વડોદરાના જેલ રોડ પર સ્કૂટી સવાર એક યુવતી રોડ અકસ્માતનો માંડ માંડ બચે ગઇ. જોકે યુવતી ટ્રાફિક સિગ્નલ તોડીને ફૂલ સ્પીડમાં રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન સામે આવી રહેલી કાર સાથે ટકરાઇ હતી. 
 
કાર સાથે ટકરાયેલી યુવતી નીચે પડી ગઇ. ત્યારબાદ તે એક ટ્રક નીચે આવતા આવતાં બચી ગઇ. અકસ્માત ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલીસે યુવતી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. 
 
ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઅ છે કે કાર સાથે ટકરાયા બાદ યુવતી નીચે પડી ગઇ. આ દરમિયાન તે એક ટ્રક નીચે આવતાં આવતાં માંડ માંડ બચી કારણ કે સદનસીબે ટ્રક ચાલકે આ દરમિયાન બ્રેક લગાવી દીધી હતી. આ ફૂટેજને જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે ટ્રાફિક સિગ્નલ તોડીને કેટલો ઘાતક થઇ શકે છે.
 
વડોદરા ટ્રાફિક પોલીસે વીડિયો શેર કરતાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિક સિગ્નલ તોડવો કેટલો ખતરનાક બની શકે છે. આ વીડિયો આખા ગુજરાતમાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ વીડિયો શેર કરી રહ્યા છે.