શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 જાન્યુઆરી 2022 (18:26 IST)

AAP નેતા ઇસુદાન ગઢવી લિકર ટેસ્ટ પોઝિટિવ

AAP નેતા ઇસુદાન ગઢવી લિકર ટેસ્ટ પોઝિટિવ આવતા ફરી એકવાર ગુજરાતની રાજનીતિમા ચર્ચા શરૂ થઈ છે. ગાંધીનગર ના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં દાખલ એફઆરઆઈ દાખલ કરવામાં આવશે. 
 
કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવા પહોંચ્યા હતા ઇસુદાન ગઢવી .
 
એફએસએલમા તપાસ માટે મોકલ્યા હતા બ્લડ નો નમૂનો 
 
રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં ઈસુદાન પર IPC 66(1)B, 85 (1) મુજબ ગુનો દાખલ થયો છે
 
કમલમમાં વિરોધપ્રદર્શન બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુના નોંધાયા હતા. ત્યારબાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા