બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (08:50 IST)

Accident- અમદાવાદના હાઇવે પર વધુ એક અકસ્માત,

અમદાવાદના એસ.જી હાઈવે પર અને ભાવનગરના શિહોરમાં અકસ્માત સર્જાયો છે.  અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી.  કોઈ જાનહાનિ થઈ નથી.  અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે. 
 
આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ SG-2 ટ્રાફિક પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.