Bilimora Fair - મેળામાં 50 ફૂટ ઊંચી રાઇડ નીચે પડી, 5 લોકો ઘાયલ, Video Viral
નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે એક રાઈડ ચાલી રહી હતી ત્યારે અચાનક 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી. જેમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. એ સમયે આશરે 10 લોકો એ રાઈડમાં બેઠેલા હતા. દુર્ઘટનાના પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી. રાઈડ તૂટી પડવાના લાઈવ દ્રશ્યો મેળામાં હાજર કેટલાક લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા છે. રાઈડમાં બેઠેલા લોકો તેમજ ઓપરેટર આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
રાઈડનો ઓપરેટર રાઈડના નીચે દબાઈ જતાં વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટના બાદ મેળાનું વ્યવસ્થાપન પ્રશ્નચિહ્ન હેઠળ આવ્યું છે. સૌથી મોટો સવાલ છે કે, ચેક કર્યા વિના જ રાઇડને લાયસન્સ આપ્યું હતું. રાઇડનું ફિટનેસ સર્ટીફિક્ટ છે કે, નહિ. શું SOPનું થયું હતુ પાલન કે નહિ?સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઇના મોતના સમાચાર નથી.
ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન ચેક કર્યા વિના જ ઘણી વખત રાઇડને મંજૂરી આપી દે છે. જેથી રાઇડની ફિટનેસના માપદંડમાં કરવામાં આવતી બાંધછોડ નિર્દોષ લોકોના જીવને આ રીતે જોખમમાં મૂકે છે. મેળામાં રાઇડ તૂટવાની અનેક વખત ઘટના બની ચૂકી છે પરંતુ આપણે ક્યારે કોઇ ભૂલમાંથી શીખ નથી લેતા, જેથી નિર્દોષ લોકના જીવ જોખમમાં મૂકાતા રહે છે. નવસારી રાઇડ તૂટવાની ઘટના એનું વધુ એક ઉદાહરણ છે.