સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (11:03 IST)

ટ્રક અને કંટેનર વચ્ચે સર્જાયો અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના કરૂણ મોત

ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા કાર અને કંટેનર વચ્ચે ઘડાકાભેર એકબીજા સાથે અથડાવાના કારણે કુલ 6 લોકોના કરૂણ મોત થયા છે.
 
કારની હાલત જોઈને આુપ અંદાજો લગાવી શકો છો કે આ અકસ્માત કેટલો ભયાનક સર્જાયો હશે. કારણકે કારના આગળની બાજુથી કૂચેકૂચા થઈ ગયા છે.
 
6 લોકોના કરૂણ મોત
 
આ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. જેઓ એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માત કોની ભૂલને કારણે સર્જાયો એ હજુ સામે નતી આવ્યું. પરંતુ અકસ્માતને કારણે લોકોની ભીડ રસ્તા પર ઉમટી પડી હતી. સાથેજ ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત સ્થળ પર પહોચી હતી અને તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.