1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (16:31 IST)

રાજકોટ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, 2 વિદ્યાર્થીઓના મોત

રાજકોટથી કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટોડા GIDC નજીક અકસ્માત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, તો બે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય મૃત વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 
 
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કાર ચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં ST બસ અને મોટર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 1 કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કે 2 વિદ્યાર્થીઓ કૃપાલી ગજ્જર અને સીમરન ગીલાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા

રાજકોટ ની પારુલ યુનિવર્સિટી ના હોમીઓપેથી ના વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક કેન્દ્ર ની વિઝીટ કરી કારમાં પરત ફરતા હતા ત્યારે કાર ના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર ઠેકી રોગ સાઈડમાં એસ ટી સાથે મોરે મોરો અથડાઈ સ્ટુડન્ટ નિશાન દાવડા આદર્શ ગૌસ્વામી ફોરમ ધાગ્ધરિયા ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત ગંભીર રીતે ઘવાયેલ કૃપાલી ગજ્જર અને સીમરન ગિલાની ને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડાયા
અકસ્માત ના પગલે ટ્રાફિક જામ થતા લોધિકા પીએસઆઈ કે કે જાડેજા સહિત નો કાફલો ઘટના પર પહોંચી મૃતદેહ ને સિવીલ ખસેડી ટ્રાફિક જામ ક્લિયર કરાવી કાર્યવાહી હાથ ધરી