ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (09:28 IST)

રાજકોટમાં બાઈકે યુવક ફસાયો પતંગની દોરીમાંઃ ગળું કપાઈ જતાં ઘટનાસ્થળે જ મોત

રાજકોટમાં આજે ઉત્તરાયણના પર્વે એક યુવાનનો જીવ ગયો છે. પતંગની દોરીથી ગળું કપાઈ જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ગોઝારી ઘટના શહેરના 150 ફૂટ રીંગરોડ પર બની છે. અહીં રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીક બાઈક પર જતો યુવક પતંગની દોરીમાં ફસાયો હતો અને દોરી ગળામાં આવતાં જ તેનું ગળું કપાઈ ગયું હતું. જેથી ઘટનાસ્થળે જ બાઈક સવાર યુવકે દમ તોડ્યો હતો. પતંગની દોરીની યુવકનું મોત થતાં રસ્તા પર લોહીના ખાબોચિયા જોવા મળ્યાં હતાં.