સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2017 (12:49 IST)

કેતન પટેલની સ્મશાનયાત્રામાં નિતિન પટેલનો હાયકારો બોલાવાયો

મહેસાણાના બલોલ ગામના બહુચર્ચિત અપમૃત્યુ કેસમાં મૃતક કેતન પટેલના આખરે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં. કારણ કે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલા સુધી જનારી આ શબયાત્રાને કેતન પટેલના પિતાની તબિયત લથડવાને કારણે આખરે રદ કરવી પડી હતી. રવિવારે સવારે સિવિલથી બલોલ સુધી કેતન પટેલની સ્મશાનયાત્રા નીકળી હતી. જે બપોરે 2.30 વાગેની આસપાસ બલોલ પહોંચી હતી.

કેતનનો મૃતદેહ ગામમાં પહોંચતાની સાથે જ આક્રંદ જોવા મળ્યું હતું. જ્યારે નાના ભાઈ દ્વારા કેતનને અગ્નિદાહ આપીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મહેસાણા સિવિલથી સવારે કેતન પટેલની સ્મશાનયાત્રા નિકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. જ્યારે રાધનપુર ચોકડી પાસે હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. જ્યાં શહીદ કેતન પટેલને પાટીદારો દ્વારા ફૂલો ચઢાવીને શ્રંદ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સ્મશાનયાત્રામાં પાટીદાર યુવાનો બાઈકો લઈને જોડાયા હતા. આ સ્મશાન યાત્રામાં આખું ગામ અને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યાં હતાં. પુત્રના અગ્નિ સંસ્કારમાં પિતાને હોસ્પિટલથી લાવવામાં આવ્યા હતાં.

કેતનના પિતા મહેન્દ્રભાઈ પટેલ પિતાને હાર્ટ એટેક આવતાં મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે.  મહેસાણા શહેરના સર્કિટ હાઉસમાં મળેલી બેઠક બાદ પાટીદારોમાં આંતરિક ચર્ચાઓ વચ્ચે પાસના આગેવાને હાજર નગરસેવક કિર્તિ પટેલને હવે કેટલીક જવાબદારી તમે ઉપાડો તેમ કહેતાં તેમણે તાત્કાલિક 100 કિલો ગુલાબની પાંદડીઓ, 50 કિલો ગુગળ, અત્તર, 10 કિલો સુખડ, 25 કિલો ઘી, શબને મૂકવા માટે ટ્રેકટર, જનરેટર, કોફીનની તાબડતોબ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ યાત્રામાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલનો હાયકારો બોલાવવામાં આવ્યો હતો.