ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2023 (08:31 IST)

ગુજરાતમાં 3 મોજા પછી હવે ફરી કોરોનાની રીએંટ્રી

ગાંધીનગરમાં કોવિડના નવા વેરિયન્ટના બે કેસ મળ્યા છે. 
 
ગુજરાતમાં કોરોનાના ત્રણ તીવ્ર મોજા આવી ચૂક્યા છે અને હવે ફરી કોરોના માથુ ઉંચકી રહ્યાના અને  પાટનગર ગાંધીનગરમાં નવા વેરિયેન્ટના બે કોરોના કેસો નોંધાતા જામનગર સહિત રાજ્યની હોસ્પિટલોમાં કોરોનાને પહોંચી વળવા તૈયારીની વિગતો સરકારને મોકલાઈ હતી.
 
દક્ષિણ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બંને મહિલાઓને ત્યાંથી જ ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંને મહિલાઓને તેમના ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવી છે. તેમના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા  મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરાઈ છે. મહિલાઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.