શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:43 IST)

ભુદરપુરામાં તોફાની ટોળાંએ ૨૫ વાહનો સળગાવતા ભાગદોડ

અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આવેલી રાજપૂત યુવાસંઘ સંચાલિત નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા આઈએએસ- આઈપીએસ કેરિયર સ્ટડી સેન્ટર સંકુલમાં આવેલી હોસ્ટેલમાં દારૃ પીને આવેલા કેટલાક શખ્સો સાથે ગાળાગાળી અને મારામારી થતા સ્થાનિક લોકોનાં પાર્કિંગમાં પડેલા વાહનો સળગાવતા અફડાતફડી મચી ગઈ હતી. સોમવારે આ હોસ્ટેલમાં કેટલાક શખ્સો દારૃ પીને આવ્યા હતા. જેમની સાથે આસપાસના રહીશોને બોલાચાલી થતા વાત વણસી ગઈ હતી. ઉશ્કેરાયેલા લોકોએ કમ્પાઉન્ડમાં પડેલાં ટુ-વ્હીલર સળગાવી પથ્થરમારો કર્યો હતો ને લિફ્ટને પણ નુકસાન કર્યું હતું.

ઘટનાની જાણ થતા તરત જ પોલીસનાં ૨૫ જેટલાં વાહનો અને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ડીસીપી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વાહનો સળગતા લોકોના ટોળેટોળા સ્થળ પર પહોંચી ગયા હતા.