શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (17:01 IST)

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 10 લક્ઝુરિયસ કાર સાથે બેની ધરપકડ કરીને દેશવ્યાપી વાહનચોરીનો પર્દાફાશ કર્યો

crime branch
crime branch
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વાહન ચોરીની ઘટનાઓનો પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીની મદદથી 500થી વધુ પ્રિમિયમ કારની ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના બે સાગરિતોને 10 લક્ઝુરિયસ કાર સાથે પકડીને દેશવ્યાપી વાહનચોરી તથા RTO કૌભાંડને ઉજાગર કર્યું છે. ક્રાઈમ બ્રાંચે 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે નાના ચિલોડા એસપી રીંગરોડ પાસેથી ઉત્તરપ્રદેશના અશરફસુલતાન અને ઝારખંડના ઈરફાન ઉર્ફે પીન્ટુને પકડી પાડ્યા હતાં. પકડાયેલો આરોપી ઇરફાન ઉર્ફે પીન્ટુને દિલ્હી શહેર પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ છેલ્લા દોઢેક વર્ષથી શોધી રહી હતી. તેમજ અશરફસુલતાન ગાજી અગાઉ દિલ્હીમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરીના 10થી વધુ કેસોમાં પકડાયો છે. પકડાયેલા આરોપીઓ ઉતરપ્રદેશ, દિલ્હી, રાસ્થાન અને પશ્ચિમબંગાળના બીજા સાગરીતો સાથે ભેગા મળી ગેંગ બનાવી હતી. આ ગેંગ દ્વારા ચોરેલી કારને અન્ય રાજ્યમાં હરાજીની ગાડીઓમાં વેચી નાંખવામાં આવતી હતી. આરોપીઓ પાસેથી પકડાયેલ 10 ગાડીઓમાં ટોયોટા ફોર્ચ્યુનર, ઈનોવા ક્રિસ્ટા, હ્યુન્ડાઈ અલ્કઝાર, હ્યુન્ડાઈ ક્રેટા, મારૂતિ બ્રિઝા અને મારુતિ સ્વીફ્ટનો સમાવેશ થાય છે. આરોપીઓના ગેંગના માણસો દ્વારા પાર્કિંગમાં રાખેલી “ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા, અલ્કઝાર” જેવી લક્ઝુરિયસ ફોરવ્હીલ ગાડીઓમાં લેપટોપ દ્રારા કોડ બદલી નવો કોડ નાખી ચોરી કરતા હતા.ચોરી કરેલી ફોરવ્હીલ ગાડીઓના એન્જીન ચેચીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી  અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તથા અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી” એન.ઓ.સી લેટર બનાવી આર.ટી.ઓ. પાસીંગ કરાવતા હતા. ગ્રાહક ગાડી પસંદ કરે પછી ગાડી બુકીંગ માટે એડવાન્સમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. જે રાજ્યમાંથી ફોરવ્હીલ ગાડી ચોરી થયેલ હોય તે રાજ્ય સિવાય તેમજ પોતે બંન્ને જે રાજ્યમાં રહે છે તે સિવાય ના રાજ્યોમાં ચોરીની ફોરવ્હીલ ગાડી વેચાણ કરતા હતા.