શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (14:13 IST)

અમદાવાદમાં ફરસાણના ભાવમાં ધરખમ વધારો, જાણો ખમણ, પાપડી, ફાફડા સહિતના ભાવ

કોરોના વાયરસમાં અનલોકની પ્રક્રિયાઓ દરમિયાન મોટાભાગના ખાણીપીણીના વેપાર ધંધાઓ ધમધમતા થયાં છે. ત્યારે રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમા ફરસાણના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. જે ફરસાણ 180 કિલો મળી રહ્યું હતું. તે હવે 280 રૂપિયા કિલો મળી રહ્યું છે. ગુજરાત ભરમાં એકાએક ફરસાણના ભાવ વધી ગયા છે. જે ખમણ તમને બજારમાં 180રૂપિયાથી 250 રૂપિયા કિલો મળતા હતા એ જ ખમણ તમને 300 રૂપિયા કિલો મળશે. માત્ર ખમણ નહિ ગાંઠિયા પાપડી ફાફડા દરેક ના ભાવ વધ્યા છે.આ અંગે ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના કમિટી મેમ્બર એ જણાવ્યું કે મોંઘવારીને લીધે આ ભાવ બદલાયા છે જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના ફૂડ કમિટીના પ્રમુખ હિરેન ગાંધી માનવું છે કે આ ભાવ વધવા પાછળ જવાબદાર કારણ કદાચ લોક ડાઉન ઇફેક્ટ હોય શકે છે. આપે ખમણ ના ભાવ જાણ્યા કે 180 રૂપિયે કિલો મળતા ખમણ 300 રૂપિયા મળી રહ્યા છે પરંતુ માત્ર ખમણ જ નહિ પાપડી ફાફડા ગાંઠિયા જેવી દરેક બેસન માંથી બનતા ફરસાણના ભાવો ઉંચકાયા છે. બેસનના ભા વો ઘટ્યા છે પરંતુ આ ભાવ સાથે વેપારીઓ માટે ચિંતાનો વિષય છે.