ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 જુલાઈ 2020 (12:32 IST)

અમદાવાદમાં એસટી બસ મથકો પર એક હજાર મુસાફરોનું ચેકિંગ થતાં 22 કોરોના પોઝિટિવ મળ્યાં

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કેસો ઘટે અને બહારથી આવતા લોકોના કારણે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સોમવારથી ગીતામંદિર, રાણીપ અને કૃષ્ણનગર એસટી બસ મથકે આવતા પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમોએ 1 હજારથી વધુ પેસેન્જરોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી 22 પેસેન્જરો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.  કોરોના પોઝિટિવ આવેલા મોટાભાગના પેસેન્જરો વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત તરફથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોઝિટિવ આવેલા આ તમામ દર્દીઓમાંથી શહેરના લોકોને તેમના ઘરે હોમ ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.