અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ખોખરા વિસ્તારમાં ભુવો પડ્યો
અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં શહેરમાં ક્યાક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમાં શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થતા પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં વહેલી સવારે પણ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. તેમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે.પહેલા જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ છે. જેમાં શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. એક જ વરસાદમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે. તેમાં પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી પાણી થયુ છે. ત્યારે પહેલા જ વરસાદમાં ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે ભુવો પડતાં તંત્ર દોડતુ થઈ ગયું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની અને રોડ બેસી જવાની ઘટના
મોડીરાત્રે પડેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની અને રોડ બેસી જવાની ઘટના બની હતી. જેમાં સરસપુર વિસ્તારની ગોદાણી હોસ્પિટલની સામે આવેલ સોમનાથ નાગરદાસની ચાલીના મકાનમાં ઘરની અંદર આવલું મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. મોટું લીમડાનું વૃક્ષ એક તરફ પડતા ઘરના બે સભ્યોને સામાન્ય ઈજા થઈ હતી. માણેકબાગ વિસ્તારમાં પણ તાજેતરમાં જ જ ગટર લાઈનનું રિહેબિલિટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યાં ચાર રસ્તા પાસે રોડ પણ બેસી ગયો હતો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમના ઇજનેર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં બેરિકેટ કરી દેવામાં આવ્યું હતું. શહેરના ખોખરા વિસ્તારમાં પણ અનુપમ સિનેમા નજીક ભુવો પડ્યો હતો. ભુવો પડવાની સંભાવના હતી જેને કારણે ત્યાં બેરીકેટ રાખવામાં આવ્યું હતું. જો કે, આજે વરસાદના કારણે ભુવો પડતા બેરિકેટ પણ અંદર પડ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક વિસ્તારોમાં આ કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. અનેક વિસ્તારોમાં 6 કલાક પછી પણ પાણી ઉતર્યા નથી. ઉત્તર ઝોન વિસ્તારમાં નરોડા અને સરસપુર વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. સરસપુર, રખિયાલ વોર્ડમાં આવતા વોરાના રોજા તરફના રોડ ઉપર પાણી ભરાય ગયું હતું. આ વિસ્તારની ગટર લાઈન અને કેચપીટની જો યોગ્ય સફાઈ કરવામાં આવી હોત તો ઝડપથી પાણી ઉતરી જાત પરંતુ છ કલાક બાદ પણ ત્યાં પાણી ઓછું નહોતું બીજી તરફ નરોડા વિસ્તારમાં પાટીયા નજીક જ્યાં નવો ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યાં કૃષ્ણનગર તરફ જવાના રોડ ઉપર પણ પાણી ભરાયું હતું.