રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 4 જૂન 2023 (13:05 IST)

અમદાવાદના ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો

Weather News- અમદાવાદમાં આજે વહેલી સવારે ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. એકાએક આખા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાને લીધે વાહનોની અવર-જવરને અસર થઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 
 
વહેલી સવારે જ વરસાદી માહોલના સંકેત મળી ગયા હતા. આખા શહેર પર જાણે કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો હતો. જોકે એકાએક જ વરસાદ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
 
દક્ષિણ ગુજરાતમાં 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચક્રવાતને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 8થી 11 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે ચોમાસાને લઈને કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે છે. જ્યારે 22થી 25 જૂને રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે. 
 
હવામાન વિભાગે  વાવાઝોડાની આગાહી કરી
ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે  વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે હવે આગામી સમયમાં મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે