ઠાકોર સમાજનાં અંગ્રેજી સ્પેલિંગને લઈને વિવાદ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા ઠાકોર સમાજનાં અંગ્રેજી સ્પેલિંગને લઈને વિવાદ સર્જાયો છે. જેમાં સરકારે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓના સર્ટિમાં THAKORને બદલે THAKORE લખવાની સૂચના આપી છે.
ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા ઠાકોર સમાજનાં લોકોનાં સર્ટીમાં અંગ્રેજીમાં Thakor ની જગ્યાએ Thakore લખવા માટે શિક્ષણ વિભાગને જે આદેશ આપવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે પરત લેવા જોઈએ. જે બાબતે બહુચરાજીનાં પૂર્વ ધારાસભ્ય ભરતજી એસ. ઠાકોરે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.