1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (13:57 IST)

જીટીયુના સ્પોર્ટ્સ ઓફિસર ડૉ આકાશ ગોહીલની પેફી દ્વારા ટેક્નિકલ કમિટી મેમ્બર તરીકે નિયુક્તિ કરાઈ,અંડર-17 નેશનલ ફૂટબોલ ચેમ્પીયનશીપમાં નોઈડા ખાતે સેવા આપશે.

akash gohil
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે સ્પોર્ટ્સ ઓફિસરના પદ પર કાર્યરત ડૉ. આકાશ ગોહિલને તાજેતરમાં જ ભારત સરકારના યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા માન્યતા પ્રાપ્ત “ધ ફિઝીકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા(પેફી)” દ્વારા આયોજીત પ્રથમ પેફી નેશનલ ફૂટબોલ અંડર-17 બોય્ઝ ચેમ્પિયનશીપમાં ટેક્નિકલ કમિટી મેમ્બર તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે.   જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા તેઓશ્રીને સમગ્ર જીટીયુ પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતાં.  
 
ડૉ. ગોહીલ જીટીયુ ખાતે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. આ દરમિયાન તેમના દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે વિવિધ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ મેનેજમેન્ટ , સ્પોર્ટ્સ ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ સાયન્સમાં બહોળો અનુભવ ધરાવતાં હોવાથી પેફી દ્વારા તેઓની નિયુક્તિ કરાઈ છે. નોઈડા ખાતે તારીખ 1 એપ્રિલથી શરૂ થતી નેશનલ ફૂટબોલ અંડર-17 બોય્ઝ ચેમ્પિયનશીપમાં તેઓ મેચ દરમિયાન તમામ પ્રકારના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં, ઈન્ટરનેશનલ ધરાધોરણો મુજબ ગ્રાઉન્ડનું તમામ મેનેજમેન્ટ કરાવવું, રેફરીના નિર્ણયોનું ટેક્નિકલી વેરીફિકેશન જેવા મહત્વના કાર્યો બાબતે સેવા આપશે. આ ટુર્નામેન્ટમાં કેરાલા , રાજસ્થાન , ઉત્તરપ્રદેશ , મધ્યપ્રદેશ , કર્ણાટક દિલ્હી સહીતના 16 રાજ્યોની ટીમો ભાગ લેશે.