રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 15 ઑક્ટોબર 2023 (12:48 IST)

અંબાલાલ પટેલની આગાહી ત્રણ વાવાઝોડા થશે સક્રિય

Rain During Navratri - ગુજરાતમાં હાલ ગરબાની તૈયારીને લઈને યુવાનો ફુલ જોશમાં છે. પરતું ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને ગરબા આયોજકો પણ મૂંઝવણમાં છે.   ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. ઓક્ટોબર 6 થી 9 ઓક્ટોબર સુધી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબર ની શરુઆતમાં આ સિસ્ટમના લીધે પૂર્વ ભાગો માં વરસાદ થઇ શકે છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. બંગાળાનું ચક્રવાત પ્રતીકલાક 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકવાની શક્યતા છે. વધુ વાંચો 
 
વાવાઝોડા અંગે વિસ્તૃત માહિતી આપતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, મુંબઇ ગોવાની નજીક એક વરસાદી સિસ્ટમ સર્જાઇ હતી. જે મહારાષ્ટ્રના ભાગોમાં જઇને બંગાળ ઉપસાગરની સિસ્ટમમાં મર્જ થઇ જશે. જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભેજવાળા પવનો ફૂંકાશે. દેશના અનેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ રહી છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે મુંબઈ નજીકના ભાગમાં ૩૦ સપ્ટેમ્બરે એક સીસ્ટમ બનવાની છે. આ સીસ્ટમથી લો પ્રેશર સર્જાશે. જેના લીધે મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શકયતા છે.