મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (17:49 IST)

અમૂલ ડેરી હવે રાજકોટમાં પણ

એઇમ્સ-એરપોર્ટ બાદ હવે રાજકોટને અમૂલના ડેયરીના રૂપમાં એક નવી ભેટ મળવા જઈ રહી છે. એશીયાની સૌથી મોટી અમૂલ ડેરી રાજકોટમાં આવી રહી છે,દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર એશિયામાં સૌથી મોટી આણંદની અમૂલ ડેરીએ ગાંધીનગર બાદ હવે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેરી પ્લાન્ટ નાખવા કવાયત શરૂ કરી છે 
 
કલેક્ટર રેમ્યા મોહન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટરે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અમુલ ડેરી માટે 135 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં મળનારી કેબિનેટ બેઠક મળશે. જેમાં મંજૂરી મળ્યા બાદ પ્લાન ફાઇનલ કરવામાં આવશે.