1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 9 એપ્રિલ 2021 (19:06 IST)

એન્ડ એપ્પ દર મહિને 1,000 PoSP ની નિમણુંક કરશે

અમદાવાદ સ્થિત ઈન્સ્યોર-ટેક સ્ટાર્ટ-અપ જે રીતે ઈન્સ્યોરન્સ બુકીંગ બિઝનેસનુ સંચાલન થઈ રહ્યુ છે તેમાં પરિવર્તન લાવવા માગે છે. સ્થાપનાના પ્રથમ 6 માસમાં પોતાનુ સ્થાન મજબૂત કર્યા પછી આ સ્ટાર્ટ-અપ વૃધ્ધિ તરફ આગળ ધપી રહ્યું છે. એન્ડ એપ્પે ગયા વર્ષે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા) પાસેથી ઈન્સ્યોરન્સ બુકીંગ લાયસન્સ મેળવ્યું છે અને 100 દિવસમાં જ 1000 PoSP (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન) ની નિમણુંક કરી છે. પછીના 50 દિવસમાં તેણે વધુ 1,000 PoSPની નિમણુંક કરી છે.
 
એન્ડ એપ્પના સહસ્થાપક અને ડિરેકટર પ્રભાત વિજએ જણાવ્યું હતું કે “અત્યાર સુધીમાં અમારૂ ધ્યાન કામગીરી સ્થિર કરવા તરફ હતુ.  આ પ્રક્રિયા મજબૂત કરીને અમે ભારતનાં 24 રાજ્યો, 302 શહેરો અને 903 પીનકોડમાં આશરે 2000+ PoSPની નિમણુંક કરીને નાણાંકીય વર્ષ 2021-22માં પ્રવેશ્યા છીએ અને આ વર્ષે  દર મહિને 1000 PoSPનો ઉમેરો કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. અમારો આખરી ઉદ્દેશ ભારતના દરેક પીનકોડમાં એક PoSPની નિમણુંક કરવાનો છે.”
 
2000+ PoSPમાંથી દરેકની નિમણુંક એન્ડ એપ્પ મારફતે 100 ટકા ડીજીટલ ઓન બોર્ડીંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવી છે. પ્રભાત વિજ જણાવે છે કે આનાથી અમારી કામગીરીને ગતિ મળશે અને ઝડપથી વિસ્તરણ કરવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરીશું. પ્રથમ 6 માસમાં એન્ડ એપ્પે રૂ.6 કરોડનો બિઝનેસ કર્યો છે, પણ આ વર્ષે તે ક્રમશઃ તેનો વ્યાપ વિસ્તારીને  રૂ.60 કરોડ સુધી પહોંચવા માંગે છે.
 
એન્ડ એપ્પના સહસ્થાપક અને ડિરેક્ટર દિપ્તી ત્રિવેદી જણાવે છે કે “એક રીતે કહીએ તો અમારો બિઝનેસ હવે જ શરૂ થયો છે. અમે સાચા અર્થમાં રોમાંચિત છીએ. આ વર્ષે અમે 50,000થી વધુ ગ્રાહકોને સર્વિસ આપવા માંગીએ છીએ.” એન્ડ એપ્પે સુરતમાં સોફ્ટ લોન્ચ દ્વારા પ્રારંભ કર્યો છે અને ડાયમંડ સીટીમાં ચાલુ નાણાંકિય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એક શાખા શરૂ કરવાની અપેક્ષા રાખે છે.
 
100 ટકા ઓનલાઈન PoSP મોડ્યુલ ઉપરાંત આ સ્ટાર્ટઅપ ઈન્સ્યોરન્સ બ્રોકીંગ બિઝનેસમાં ડીજીટલ ટ્રાન્સફોર્મેશન માટે વધુ પ્રયાસો હાથ ધરી રહ્યું છે. એપ્લિકેશન પ્રોગ્રામીંગ ઈન્ટરફેસ (એપીઆઈ) ઈન્ટીગ્રેશન  ઉપર કામ કરી રહ્યું છે અને મે માસ સુધીમાં વેબ વર્ઝન શરૂ કરવાનો ઈરાદો ધરાવે છે. બીજા તબક્કામાં મોબાઈલ એપ્લિકેશન ચાલુ કરવાનો સમાવેશ થશે, જે બીજા ત્રિમાસિક ગાળામાં શરૂ થઈ જવાની અપેક્ષા છે. એન્ડ એપ્પ તેના સંચાલનમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ-પાવર્ડ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પણ કરશે.