સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 મે 2018 (13:49 IST)

અંકલેશ્વરમાં રૂ. 3.50 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, પત્ની અને તેના પ્રેમીનું તરકટ

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગુરૃકૃપા સોસાયટીમાં પરિવારજનોને બેભાન કરી રૃા.૩.૫૦ કરોડની ચકચારી લૂંટના બનાવમાં પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લીધો છે અને લૂંટનો ભોગ બનેલા મનસુખ રાદડીયાની જ પત્ની સહિત ૫ જણાની પોલીસે આરોપી તરીકે ધરપકડ કરતા અંકલેશ્વરમાં ચકચાર મચી ગઇ છે. શીતલને પતિ સાથે અણબનાવ રહેતો હતો  પોતાના જ બંગલામાં ભાડે રહેતા હોટલ મેનેજર 'લિંગપ્પા' સાથે શીતલને પ્રેમ થઇ ગયો હતો 

પતિને પાઠ ભણાવવા લિંગપ્પા સાથે મળીને લૂંટના પ્લાન બનાવ્યો હોવાની શીતલની કબૂલાત અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગુરૃકૃપા સોસાયટીમાં રહેતા અને જમીન લે-વેચ તથા કેમિકલનો ધંધો કરતા મનસુખભાઈ નારણભાઈ રાદડીયાના મકાનમાં ગત તા.૨૮-૪-૨૦૧૮એ રાત્રે ૧૨.૩૦ કલાકેમારૃતિ અર્ટીંગા કાર લઈ આવેલા અજાણ્યા લૂંટારૃઓએ ઘરમાં પ્રવેશી મનસુખ રાદડીયાના પત્ની શીતલ અને પુત્ર નીલ ઉ.વ.૯ને લમણે ગન બંદુક જેવું હથિયાર મુકી તેઓના મોઢા અને હાથ પગ બાંધી કલોરોફોર્મ સુંઘાડી ઘરમાં મુકેલા રોકડા રૃા.૩.૫૦ કરોડની લૂંટ ચલાવી ગાડીમાં નાસી છૂટયા હતા આ અંગે મનસુખ રાદડીયાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતીે.

પોલીસવડા ગુનાના સ્થળ ઉપર તપાસ દરમિયાન મનસુખભાઈના મકાનમાં એક ઈસમ એકલો રહેતો હોવાનું જણાઈ આવતાં પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. તે ઉપરાંત ફરિયાદીની પત્ની અને પૂત્રના નિવેદનમાં પોલીસને મોટો વિરોધાભાસ જણાતા પોલીસે શીતલની જરા કડકાઇથી પૂછપરછ કરતા એ સ્ત્રી થોડીવારમાં જ ભાંગી પડી હતી. ગુસ્સો અને ઉશ્કેરાટ તેમજ પતિને દેખાડી દેવાની અનૈતિક જીદના કારણે ઘડેલું કાવતરૃં ખુલ્લું પડી જતાં શીતલ પોપટની જેમ ફટાફટ બધુ બોલી ગઇ ઃ 'મારા પતિ સાથે મારે અણબનાવ હોવાથી અમારા મકાનમાં એકલા રહેતા ભાડૂઆત લિંગપ્પાના પ્રેમમાં હું પડી હતી, પતિ સાથે મારે ઝઘડા થતા રહેતા હતા. તેથી તેને રૃપિયા-પૈસાથી બરબાદ કરી જિન્દગીમાં સબક શીખવાડી દેવા માટે મેં મારા પ્રેમી ભાડૂઆત લિંગપ્પા સાથે મળીને લુંટનો પ્લાન ઘડયો હતો''. મનસુખભાઇ રાદડીયાની પત્ની ખુદ શીતલે જ લિંગપ્પાને ટાપ આપી દીધી હતી. પતિ મનસુખે રોકડા રૃા.૩.૫૦ કરોડની નોટોના બંડલો થેલામાં ભરીને એ થેલા ઘરમાં જે જગ્યાએ મુકેલા હતા તેની પુરેપુરી વિગત શીતલે તેના પ્રેમી લિંગપ્પાને પહોંચાડી દેતા લિંગપ્પાએ લૂંટનો પ્લાન ઘડયો હતો.