ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 16 જુલાઈ 2021 (18:56 IST)

PM નરેન્દ્ર મોદીની ગુજરાતને મોંઘેરી ભેટ - બોલ્યા સોમનાથની ધરતીને વિશ્વનાથની ધરતી સાથે જોડી

ટૂંક સમયમાં શ્રીનગર પણ કન્યાકુમારી સાથે જોડાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેક પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. તેમને વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા ગાંધીનગરની 5 સ્ટાર હોટલની નીચે બનેલ રેલવે સ્ટેશન ઉપરાંત અને મોટા પ્રોજેક્ટ્સનુ ઉદ્દઘાટન કર્યુ. તેમા એક્વેટિક એંડ રોબોટિક્સ ગેલેરે ગુજરાત સાયંસ સિટીમાં નેચર પાર્કનો સમાવેશ છે. 
 
આ ઉપરાંત મોદીએ ગાંધીનગરથી વારાણસી વચ્ચે ચાલનારી એક સુપર ફાસ્ટ ટ્રેન અને ગાંધીનગરથી વરેથા વચ્ચે દોડનારી મેમુ ટ્રેનને પણ ગ્રીન સિગ્નલ બતાવ્યુ.  પ્રધાનમંત્રી મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમ સાથે જોડાયા. 
 
ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે આ પ્રોજેક્ટ્સનુ કર્યુ ઉદ્દઘાટન 
 
55-કિલોમીટરની મહેસાણા-વરેથા ગેજ કન્વર્જન સાથે આખી લાઈનનુ ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યુ છે. આ માટે લગભગ 367 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ લાઇન પર 10 સ્ટેશનો છે. હવે આ લાઇન ફાસ્ટ ટ્રેન ચાલશે, જેનાથી મુસાફરોનો ઘણો સમય બચશે.
 
આ ઉપરાંત  289 કરોડ રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગરથી પીપાવાવ વિભાગનું ઈલેક્ટ્રિફિકેશન પણ કરવામાં આવ્યું છે. આર્થિક દૃષ્ટિથી પીપાવાવ બંદરનું ખૂબ મહત્વનુ છે. હવે પીપાવાવને સીધા પાલનપુર અને અમદાવાદ સાથે જોડી દેવામાં આવ્યુ  છે. તેનાથી પોર્ટને બીજા રાજ્યો સાથે જોડવામાં મદદ મળશે. 
 
એક્વેટિક અને રોબોટિક્સ ગેલેરી, ગુજરાત સાયન્સ સિટી નું ઉદઘાટન કરતાં મોદીએ કહ્યું કે પહેલા આવા બાંધકામ વિશે વિચાર પણ નહોતો કરવામાં આવતો. દેશનુ લક્ષ્ય કૉન્ક્રીટનુ સ્ટ્ર્કચર ઉભુ કરવાનુ નથી. સાયંસ સિટી રિક્રિએશન અને ક્રિએટીવિટીને જોડે છે. આ બાળકોમાં ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપે છે. આ તેમને કંઈક નવુ શીખવવાનુ પ્લેટફોર્મ પણ છે. 
 
બાળકો ઘણીવાર રોબોટ્સ અને જાનવરોના રમકડાંની માંગ કરે છે.  તેને કારણે ચાલતા નેચર પાર્ક નાના મિત્રોને ખૂબ ગમવાના છે. સાયંસ સિટીમાં વધુ બાળકો આવે. સાયંસ સિટી બાળકોથી ગુંજતુ રહે. તેની સાર્થકતા અને ભવ્યતા વધે. મારે માટે આ ખૂબ ખુશીની વાત છે.  ગુજરાત અને તેનું ગૌરવ બનાવનારા આવા અનેક કાર્યક્રમની શરૂઆત થઈ છે. 

એકવેટિક ગેલેરી
પીએમ મોદીએ  એક્વાટિક ગેલેરીનું ઉદઘાટન પણ કર્યુ. ગુજરાતમાં બનેલ આ એક્વેટિક ગેલેરીમાં અનેક જળચર પ્રાણીઓની અનેક પ્રજાતિઓ  જોવા મળશે. આમાં શાર્કનો પણ સમાવેશ છે.  અહીં એક અત્યાધુનિક 28 મીટર લાંબી શાર્ક ટનલ પણ બનાવવામાં આવી છે, જેમાથી પસઆર થતઆ શાર્કને પોતાની આસપાસ જોતા પર્યટકોને રોમાંચથી ભરી દેશે. 
 
રોબોટિક્સ ગેલેરી 
એક્વાટિક્સ ગેલેરીની પાસે એક રોબોટિક ગેલેરી પણ બનાવી છે. તેમા રોબોટિક ટેકનોલોજીના મોર્ડન એરાનુ પ્રદર્શન કરવામાં આવશે. અહી આવનારા લોકોને રોબોટિક ફિલ્ડમાં થઈ રહેલ ફેરફાર વિશે માહિતી મળી શકશે. એટલુ જ નહી અહી દુનિયાના જાણીતા ટ્રાંસફોર્મર રોબોટનો ડુપ્લીકેટ પણ જોવા મળશે. એંટ્રી ગેટ પર જ રોબોટિક સ્કલ્પચર પણ બનાવવામાં આવ્યો છે. 
 
નેચર પાર્ક 
 
એકવાટિક ગેલેરીની સાથે સાથે અહી એક નેચર પાર્ક પણ ડેવલોપ કરવામાં આવ્યો છે. જેમા અનેક પ્રજાતિઓના છોડની સઅથે સાથે વિલુપ્ત થઈ રહેલ પ્રાણીઓના સ્કલ્પચર પણ રાખવામાં આવ્યા છે. સાયંસ સિટીમાં 8 હેક્ટેયરમાં નેચર પાર્ક બનાવ્યુ છે. આ ઉપરાંત અહી મિસ્ટ ગાર્ડન, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઈંટ, સકલ્પચર પાર્ક અને આઉટડોર મેજ ઉપરાંત બાળકો માટે સ્પેશલ પાર્ક છે. સ્લલ્પચર પાર્કમાં એ જાનવરોના જીવ વિશે જાણકારી મળશે જે ઘરતી પરથી લુપ્ત થઈ ગયા છે. ટુરિસ્ટ અહી એક હેક્ટેયરમાં બનાવેલ તળાવમાં બોટિંગની પણ મજા ઉઠાવી શકશે.