અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દલીલ શરૂ, 1,163 લોકોએ સાક્ષી આપી

supreme court
Last Updated: મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (11:06 IST)


સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનવણી શરૂ થઇ ગઇ છે. કોર્ટમાં 78 આરોપીઓ વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે. કોર્ટમાં આ મુદ્દે સુવણી શરૂ થઇ ગઇ છે. વિશેષ જજ એ આર પટેલ સમક્ષ વકીલોએ દલીલ શરૂ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી 1,163 સાક્ષીઓની સુનાવણી થઇ ચૂકી છે. તો બીજી તરફ 1,237 સાક્ષીઓને નકારી કાઢવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ વિસ્ફોટમાં 58 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં બોમ્બ વિસ્ફોટ કરવાના કેસમાં 15 ફરિયાદો નોંધાઇ હતી. આ પ્રકારે કુલ 15 ફરિયાદોને એકસાથે કરી દેવામાં આવી હતી.


આ કેસમાં ક્રાઇમ બાંચે 78 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરી દીધું હતું. તેમાંથી 76 આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે 415 ચાર્જશીટમાં કુલ 16,60,000 પાનાં રજૂ કર્યા હતા. આ કેસમાં પ્રોસિક્યુશનનો પક્ષ પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકારે ચાર ખાસ વકીલોને કામગીરી સોંપી હતી. જેમાં સીનિયર વકીલ એચ.એમ. ધુ્રવ, સુધીર બ્રહ્મભટ્ટ, મીતેશ અમીન અને અમિત પટેલનો સમાવેશ થાય છે. જે હવે કોર્ટમાં ચલાવવામાં આવશે. જોકે આ કેસમાં 8 આરોપી ફરાર છે. જેમને પોલીસ હજુ સુધી શોધી રહી છે.

આરોપી રફુદ્દીન કાપડિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેથી કોર્ટે કેસની જાણકારી પ્રાપ્ત કરી ડિસેમ્બર 2019 સુધી સાક્ષીઓની સાક્ષી નોંધાવવાના નિર્દેશ કર્યા હતા. જોકે ત્યારબાદ આ મામલાને સમય મળતો ગયો અને હવે આ કેસ અંતિમ તબક્કાની દલીલ શરૂ થઇ ગઇ છે.

આ કેસના ૫૨ આરોપીઓ સાબરમતી જેલમાં છે અને અન્ય આરોપીઓ બીજા રાજ્યની જેલમાં છે. કેસનો મુખ્ય આરોપી યાસીન ભટકલ દિલ્હીની જેલમાં છે.


આ પણ વાંચો :