ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંદસૌર - , મંગળવાર, 13 જૂન 2017 (12:23 IST)

મંદસૌર જઈ રહેલ હાર્દિક પટેલની નીમચમાં ધરપકડ બાદ છોડી મુકાયો

મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચ પાટીદાર ખેડૂતોના મોત પર રાજનીતિ દિવસો દિવસ વધુ ગરમાય રહી છે. ગુજરાતમાં પટેલ આંદોલનના નેતા હાર્દિક પટેલની નીમચમાં ધરપકડ કરવામાં આવી છે. તેઓ પીડિત પરિવારને મળવા મંદસૌર જઈ રહ્યા હતા. બીજી બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આજે મંદસૌર જવાના છે. બુધવારે તેઓ 72 કલાકના સત્યાગ્રહ પર બેસશે. આ દરમિયાન સમાચાર છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુધવારે મંદસૌર જઈને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી શકે છે.  
 
મળતી માહિતી મુજબ હાર્દિક પટેલને છોડી મુકવામાં આવ્યા છે અને હવે તેઓ ઈંન્દોર જાય તેવી શક્યતા છે.