શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (17:21 IST)

પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્ર\ મ દરમિયાન મંદિર જનારા દલિત પરિવાર પર જીવલેણ હુમલો, 20 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

ગુજરાતના કચ્છ(Kutch) જિલ્લામાં, લગભગ 20 લોકોએ એક દલિત પરિવાર પર ગામના મંદિરની મુલાકાત લેવા માટે હુમલો કર્યો (Attack on Dalit Family). આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે મામલો કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરનો છે, તપાસ માટે આઠ ટીમ બનાવવામાં આવી છે.
 
નાયબ પોલીસ અધિક્ષક કિશોર સિંહ ઝાલાએ જણાવ્યું કે કથિત ઘટના મંગળવારે (26 ઓક્ટોબર) ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના નેર ગામમાં બની હતી, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. "આ સંદર્ભમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી, એક ગોવિંદ વાઘેલા દ્વારા અને બીજી તેમના પિતા જગાભાઈ દ્વારા. બંનેએ દાવો કર્યો હતો કે લગભગ 20 લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. અમે ગુનેગારોને પકડવા માટે આઠ ટીમો બનાવી છે."
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વખતે  મંદિરે આવ્યો હતો. દલિત પરિવાર
 
એફઆઈઆર મુજબ, આરોપીઓ નારાજ હતા કે ગોવિંદ વાઘેલા અને તેમનો પરિવાર 20 ઓક્ટોબરે નેર ગામના રામ મંદિરમાં પૂજા માટે આવ્યા હતા, જ્યારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ભચાઉના નેર ગામે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે દર્શને ગયેલા અનુસૂચિત જાતિના માણસો પર 17 જેટલા શખસોએ ગત તા. 26ની સવારે હુમલો કર્યો હતો. આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પ્રથમ ખેતરમાં પહોંચી 2 વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કરી હતી તેમજ વાહનમાં તોડફોડ કરીને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ત્યાર બાદ 17 જેટલા આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો સાથે ગામના મોમાંયનગર ખાતેના અનુસૂચિત વાસમાં પહોંચી ફરિયાદીના ઘર પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં 6 જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં વધુ સારવાર હેઠળ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસે 17 આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપસિંહ પરમારે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે. દલિત અત્યાચારની આ ઘટનામાં જે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ 21 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
 
મંત્રીએ જણાવ્યું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને 7 વ્યક્તિઓની અટકાયત કરી છે. એટલું જ નહિ, એફ.આઇ.આર પણ દાખલ કરવામાં આવી છે.