ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (17:18 IST)

પૂર્વ CM રૂપાણીના ઘર પર હુમલાના પ્રયાસનો કેસ, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત 7 નિર્દોષ જાહેર

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે ટોળાશાહી રૂપે ધસી જઈને હૂમલાનો પ્રયાસ કરવાના ગુનામાં તત્કાલીન ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરૂ તથા અન્ય કોંગ્રેસના આગેવાનો પર ફરિયાદ નોંધાતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

આજે કોર્ટે ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત કોંગ્રેસના તમામ આગેવાનોને નિર્દોષ જાહેર કર્યા હતા.ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈન્દ્રનીલના ભાઈ પર હુમલો થયા બાદ કોંગ્રેસનુ ટોળુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે ધસી ગયુ હતુ. આ બનાવમાં ઈન્દ્રનીલ રાજયગુરૂ, મહેશ રાજપુત, જગદીશ રબારી, ભાવેશ બોરીચા, તુષાર પટેલ, મિતુલ દોંગા તથા હેમંત વીરડા સામેનો કેસ ચાલી ગયો હતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આજે આ કેસમાં અદાલતે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.