મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (15:46 IST)

ગુજરાતના બાહુબલી નેતાનું નિધન

Baahubali leader of Gujarat passed away- પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયુ છે. ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા. તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા
 
પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન થયું છે. પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થતા રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે. 
 
પ્રભાતસિંહ ચૌહાણે વર્ષ 1974માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને પોતાની 49 વર્ષની રાજકીય કારકિર્દીમાં તેઓ 3 વખત મંત્રી રહ્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. તેમના નિધનથી પરિવારજનો અને તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ છે.