બુધવાર, 10 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 મે 2021 (15:40 IST)

ભારત બાયોટેકે કો-વૈક્સીનનુ પ્રોડક્શન વધારવાની પહેલ કરી શરૂ, અમદાવાદ પછી હવે અંકલેશ્વરના પ્લાંટમાં પણ થશે ઉત્પાદન

વૈશ્વિક કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો વેક્સીન જ છે. જેને કારણે ભારતમાં સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેની કોવેક્સીનનુ વધુમાં વધુ પ્રોડક્શન કરવામાં લાગી છે. આ વાતને ધ્યાનમાં રાખતા હવે કો-વેક્સીનનુ ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં થવા જઈ રહ્યુ છે. 
 
સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના કોવિશિલીડ વૈક્સીન અને ભારત બાયોટેકની કો-વેક્સીનને વર્તમાનમાં ભારતમાં માન્યતા પ્રાપ્ત છે. દેશના દરેક નાગરિકને વૈક્સીનની જરૂર છે.  ઉત્પાદન વધારવા પર જોર આપવામાં આવી રહ્યુ છે. હવે અંકલેશ્વરમાં ઈંડિયા બાયોટેલમી વૈક્સીન કોવેક્સિનનુ ઉત્પાદન થવા જઈ રહ્યુ છે.
 
કંપનીની સબસીડી ચિરૉન બેહરિંગ વૈક્સીસમાં ઉત્પાદન શરૂ કરશે 
 
ભારત બાયોટેકની કો-ફાઉંડર અને જેએમડી સુચિત્રા એલ્લાએ ટ્વીટ કરી માહિતી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સહાયક કંપની ચિરૉન બેહરિંગ વૈક્સીસમાં પણ વેક્સીનનુ પ્રોડક્શન શરૂ કરવામાં આવી રહ્યુ છે.  વૈક્સીનના ફોર્મ્યુલેશન અને પૈકિંગની પ્રક્રિયા જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ શકે છે. 
 
હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વરસ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.