શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2019 (14:48 IST)

બેટ દ્વારકામાંથી મળ્યો શાર્ક માછલીનો મૃતદેહ

સૌરાષ્ટ્રના ઓખા નજીક આવેલા બેટ દ્વારકામાંથી મંગળવારે શાર્ક માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે, શાર્ક મોટાભાગે મધદરિયે જોવામાં આવે છે પણ દરિયાકિનારે શાર્ક જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.  બેટ દ્વારકામાં આવેલી ખાડીમાં મરીન કમાન્ડોની ટીમ પેટ્રોલીંગ કરતી હતી. દરમિયાન એક શાર્કનો મૃતદેહ નજરે પડતા મરીન કમાન્ડોએ ફોરેસ્ટ અધિકારીને આ અંગે જાણ કરી હતી.  ત્યારબાદ શાર્કના મૃતદેહને જેટી પર લાવવામાં આવ્યો હતો. આ માદા શાર્કની ઉંમર અંદાજે દશ વર્ષ જેવી છે. જેનું વજન આશરે બે ટન છે લંબાઈ 5.73 મીટર, પહોળાઈ 1.05 મીટર, ગોળાઈ 3 મીટર હતો.