બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2019 (10:25 IST)

ગુજરાતમાં 30થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ, કરા પડતાં ખેતીને ભારે નુકસાન

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ છે. એવામા વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે પડધરીથી મીતાણા રોડ ઉપર વાવાઝોડુ આવતાની સાથે રોડ પર એક લીમડાનુ ઝાડ ધરાસય થય ગયુ હતુ તે દરમિયાન પડધરી મીતાણા રોડ ઉપર ટ્રાફીક જામ થઇ ગયો હતો લગભગ 1કલાક સુધી વાહન ની અવરજવર બંધ રહી હતી. જ્યારે કે બનાસકાંઠાના ભાભર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ચૈત્ર માસમાં અષાઢી માહોલ છવાઈ ગયો હતો. અહીં ગાજવીજ સાથે વરસાદ અને કરાં પડયા હતા. જોકે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ પડવાથી બાજરી અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજકોટમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદ પડતા રાજકોટવાસીઓને ગરમીથી રાહત મળી છે. શહેરની સાથે રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાઈ જતા ભારે પવન સાથે વરસાદ અને બરફના કરા પડ્યા છે. રાજકોટ જિલ્લાના પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ અને કરા પડતા મકાનની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. જેથી ખાખડાબેલા ગામે ભારે નુકસાન થયું હતુ. તો બરફના કરા પડવાથી પાકને પણ ભારે નુકસાનના અહેવાલ છે. તો બીજી તરફ પડધરીથી મીતાણા રોડ ઉપર વાવાઝોડુ આવતા લીમડાનું ઝાડ ધરાશાયી થયું હતુ. રસ્તા પર ઝાડ પડતા પડધરી-મીતાણા રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. અંદાજે એક કલાક સુધી વાહનની અવરજવર બંધ રહી હતી.
વલસાડના ઉમરગામમાં વાતાવરણમાં પલટો થતા વાતાવરણમાં બદવાલ આવ્યો છે. ધૂળની ડમરીઓ ઉડી હતી. વાદળછાયા વાતાવરણ થતા પવનનુ જોર વધ્યુ હતુ. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા કાળઝાળ ગરમીથી રાહતનો અનુભવ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા લોપ્રેસરનાં કારણે સુરતમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ પાટણના સંખેશ્વર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સંખેશ્વરના ધનોરા ગામ નજીક વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતુ. જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.
વિરમગામ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલીક બાઈકો વૃક્ષો નીચે દબાઈ ગઈ હતી. જેથી લોકોમાં નાસભાગ મચી હતી.આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવામા આવી છે. હાલ પૂરા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. જેથી ગરમીમાં નોંધપાત્ર રીતે રાહત છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માવઠાની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એવું કહેવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો વડોદરા સિવાય રાજ્યનાં તમામ શહેરોમાં 40.0 ડિગ્રીથી નીચે નોંધાતા ગરમીમાં ઘટાડો થયો હતો. આગામી બે દિવસ વાદળિયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળછાયા વાતાવરણથી ગીર સોમનાથ, વલસાડ અને જૂનાગઢની કેસર કેરીને ભારે નુકસાન થશે.