મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા હતા. તેની સામે ભૂપેન્દ્રસિંહ ખાંટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીત્યા હતા. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાટનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવી છે. કારણ કે આ મામલે ગુજરાતના રાજ્યપાલ પાસે પિટિશન થઈ હતી, જેમાં ગઈકાલે રાજ્યપાલે તેમને ગેરલાયક ઠેરવવાનો હુકમ કરતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, 125 મોરવાહડપના ભુપેન્દ્ર ખાંટના ગેરલાયક કરવાથી મોરવાહડપની બેઠક ખાલી પડશે. આ બેઠકમાં તેમણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરેલુ અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર યથાર્થ થર્યુ ન હતું અને આ તમામ પ્રકરણ રાજ્યપાલ સમક્ષ પહોંચ્યું હતું ત્યારે આ ચુકાદા બાદ હવે ભુપેન્દ્ર ખાંટ ગત તારીખ 2 મે 2019 ના રોજથી ડિસ્કવરી ફાઈલ જાહેર કરવામાં આવ્યા છે.