શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: શનિવાર, 8 ઑક્ટોબર 2022 (10:33 IST)

નશા વિરૂદ્ધ મોટી કાર્યવાહી, ગુજરાતનાં દરિયાકાંઠેથી પકડાયું 10 કિલો મેફેડ્રોન ડ્રગ્સ

coast guard
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈ અને ગુજરાતમાંથી રૂ. 120 કરોડથી વધુની કિંમતનો 60 કિલો મેફેડ્રોન જપ્ત કર્યો છે અને આ કેસમાં એર ઈન્ડિયાના ભૂતપૂર્વ પાઈલટ સહિત છ લોકોની ધરપકડ કરી છે. NCCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય સિંહે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગુજરાતના જામનગરમાં નેવલ ઈન્ટેલિજન્સ યુનિટને મળેલી ચોક્કસ માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે "બાતમી મળ્યા પછી, દિલ્હીમાં NCB હેડક્વાર્ટર અને તેના મુંબઈ પ્રાદેશિક એકમના અધિકારીઓએ 3 ઓક્ટોબરે જામનગરમાં દરોડા પાડ્યા અને 10 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું," 
 
સંજય સિંહે જણાવ્યું હતું કે એનસીબીની ટીમે આ સંબંધમાં જામનગરમાંથી એક અને મુંબઈમાંથી ત્રણની ધરપકડ કરી હતી. "એનસીબીની ટીમે ગુરુવારે દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં એસબી રોડ પરના એક ગોડાઉન પર દરોડો પાડ્યો અને 50 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું," તેમણે કહ્યું કે ત્યારબાદ એનસીબીએ આ ગેંગ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
તેમણે જણાવ્યું કે આરોપીઓમાંથી એકનું નામ સોહેલ ગફાર મહિડા છે, જે એર ઈન્ડિયાનો પૂર્વ પાઈલટ છે. મેફેડ્રોન એક નાર્કોટિક છે, જેને 'મ્યાઉ મ્યાઉ' અથવા એમડી તરીકે પણ ઓળખવામાં આવે છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આ માદક પદાર્થ પર પ્રતિબંધ છે.
 
અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને નશીલા પદાર્થો સામે મોટી સફળતા મળી હતી. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (DCB) એ ગુરુવારે, 2 સપ્ટેમ્બરે શહેરમાંથી રૂ. 18 લાખની કિંમતના 186 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કબજે કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ડીસીબીની ટીમે અમદાવાદના જુહાપુરામાં ફતેહવાડી કેનાલ રોડ નજીક સાબરકાંઠાના હિંમતનગરના રહેવાસી 28 વર્ષીય શાહરૂખ ખાન પઠાણને નશીલા પદાર્થોના કન્સાઈનમેન્ટ સાથે પકડી પાડ્યો છે.