રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (15:57 IST)

Burning Bus - રાજકોટમાં સિટી બસમાં લાગી આગ, વીડિયો થયો વાયરલ

city bus
સિટી બસમાં અવારનવાર આગ લાગવાની ઘટના સાંભળવા મળે છે. આજે રાજક ઓટના મવડીથી કણકોટ જતા રોડ પર અચાનક સિટી બસમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો.  ડ્રાઈવરની સૂઝબુઝને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. સિટી બસના કર્મચારીઓએ પણ  પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ કરવાનો પ્રયાસ કર્યો. જો કે થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ લઈ લીધુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
 
વીડિયોમાં જોઈ શકાય છે કે બસના એંજિનમાં આગ લાગવાની ઘટના બની અને સિટી બસના કર્મચારીઓ આ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આગ એકાએક વિકરાળ રૂપ લઈ લે છે અને બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. 
 
આ પહેલાં પણ 22 જાન્યુઆરીના રોજ ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી