1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2019 (16:28 IST)

ભાજપને બહુમતી મળ્યા બાદ કેન્દ્રમાં ગુજરાતના કયા સાંસદને કયું પદ મળી શકે

ભાજપને બહુમતી
દેશમાં ફરીએકવાર નરેન્દ્ર મોદી સરકાર બની  ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ પણ સાંસદ તરીકે જંગી લીડથી ચૂંટાઈ આવ્યા છે. નવી મોદી સરકારમાં અમિત શાહ નંબર ટૂના સ્થાને ગૃહ સહિતના મહત્વના હોદ્દાઓ સંભાળી શકે છે અથવા તો નાયબ વડાપ્રધાન તરીકે પણ સરકારમાં નંબર ટૂનું સ્થાન મળી શકે છે. જ્યારે આ સિવાય સી.આર.પાટીલ, રૂપાલા, જશવંતસિંહ ભાભોર અને પૂનમ માડમ મંત્રી બની શકે છે. ગુજરાતમાંથી ફરીવાર તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે વડાપ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતમાંથી અમિત શાહ સહિત અન્ય ત્રણ સાંસદોને પણ મંત્રીપદ મળી શકે છે. જેમાં મોદીની નજીકના અને સૌથી વધુ લીડથી વિજયી બનેલા સી.આર.પાટીલને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળે એવી શક્યતા છે. આ સિવાય મહિલાને પ્રતિનિધિત્વ આપવા માટે પૂનમ માડમનો પણ પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. અગાઉના મંત્રીમંડળના સભ્ય એવા મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલામાંથી માંડવિયાને મંત્રીપદમાંથી મુક્ત કરીને કોઈ બીજી જવાબદારી આપવામાં આવે એવી સંભાવના છે.