ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : ગુરુવાર, 23 મે 2019 (23:29 IST)

LIVE : ચૂંટણી પરિણામ : જાણો કોણ આગળ,કોણ પાછળ

લોકસભા ચૂંટણી 2019 માં મુખ્ય મુકાબલો ભાજપાના નેતૃત્વવાળા ગઠબંધન અને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન યૂપીએ વચ્ચે છે. આવો જાણીએ કયા ગઠબંધન અથવા દળને મળી રહી છે કેટલી સીટો 



પાર્ટી  આગળ જીત 
  ભાજપા (BJP)+       352  
  કોંગ્રેસ (Congress)+        86  
  અન્ય        104  


કોંગ્રેસના નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારનો પણ પરાજય.
-રાજકોટ બેઠક પરથી ભાજપના મોહન કુંડારિયાની 3 લાખ 65 હજાર મતોથી જીત
-પાટણથી ભાજપના ભરતસિંહ ડાભીની જીત
- બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુ વસાવાની 2 લાખ 15 હજાર મતથી જીત
-કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ પરાજય.
-પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગોડાનો ભાજપના ઉમેદવાર સામે 13,339 મતોથી હાર્યા
 
- ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યા બાદ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહી બંન્ને નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી મળેલા વલણ અનુસાર, ભાજપ લગભગ 300 બેઠકો સાથે ફરીથી સત્તામાં પાછી ફરી રહી છે.
 
- કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા ભારત માટે જનાદેશ લેવા આપણે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં ભારતની પ્રજાનો વિજય થયો છે. એટલા માટે આ વિજય પ્રજાને સમર્પિત છે. આ ચૂંટણીમાં જે વિજય થયા છે તેમને અભિનંદન. દેશના ભવિષ્યમાં આવનારા દિવસોમાં દેશની સેવા કરીશું એટલા માટે તેમને શુભકામનાઓ.વડાપ્રધાને કહ્યું કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ કોટી-કોટી ધન્યવાદના અધિકારી છે. આજે જો કોઇ વિજયી બન્યું છે તો તે હિંન્દુસ્તાન વિજયી બન્યું છે. આજે લોકતંત્રનો વિજય થયો છે.. 
ગુજરાતની તમામ 26 સીટો પરથી Live Update - 

- હું જનાદેશનો સ્વિકાર કરૂ છું, પણ એ પણ હકીકત છે કે, ઈવીએમને લઈને લોકોના મનમાં શંકા તો છે. કોંગ્રેસે રાજીવ ગાંધીના સમયમાં ઘણું સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ કોઈએ પણ ચૂંટણી પર શંકા વ્યક્ત કરી નહોતી. તેવી જ રીતે અટલ બિહારી વાજપેયીનો વિજય પણ શંકાથી પરે હતો : શરદ પવાર
- ભાજપે ગુજરાતમાં 21 બેઠકો પર જીત હાંસલ કરી દીધી છે
- બનાસકાંઠા બેઠક પરથી ભાજપના મંત્રી પરબત પટેલની કોંગ્રેસના પરથી ભટોળ સામે જીત
- અમદાવાદ પ.માં ભાજપના કિરીટસિંહ સોલંકીની જીત
- ગાંધીનગરમાં અમિત શાહ 4 લાખ 65 હજાર લીડથી આગળ
- વડોદરામાં કોંગ્રેસના પ્રશાંત પટેલની હાર
- ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળની જીત
- જામનગરમાં ભાજપના પુનમ માંડમ જીત્યા, તો કોંગ્રેસના મુળું કંડોરિયા હાર્યા
- અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 105999
- પશ્ચિમમાં કિરિટ સોલંકી 180526 મતથી આગળ
- સુરતમાં ભાજપના દર્શના જરદોશ 3 લાખ 70 હજારની લીડ
- છોટા ઉદેપુરમાં ગીતા રાઠવા 3 લાખ મતોથી આગળ
વડોદરામાં ભાજપના ઉમેદવાર રજનબેન ભટ્ટ ઓફિશિયલ રીતે જીત્યા