શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (12:35 IST)

ગુજરાતની 4 વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે, મતગણતરીમાં આગળ

આજે દેશમાં લોકશાહીના પૂર્વનો ખાસ દિવસ છે. લોકસભાની 542 બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે, હાલ મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 4 વિધાનસભાની બેઠકોમાં ભાજપ આગળ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જ ચાર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતની ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પર 23મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
જામનગર ગ્રામ્ય : આ બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર છે.
ધ્રાંગધ્રા : આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
માણાવદર : ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કોંગ્રેસે આ બેઠક પર તેમની સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા.
ઊંઝા :કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી.