રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 મે 2017 (14:43 IST)

ગુજરાતના છ બંદરો પરથી બોટ સર્વિસનો પ્રારંભ થશે

સૌરાષ્ટ્ર દર્શન તથા કચ્છ દર્શનને એક રૂટમાં જોડવા માટે અને સમુદ્રી માર્ગે પ્રવાસીઓ ઓછા સમયમાં દર્શનની સાથે દરિયાનો લુફ્ત પણ માણી શકે તેજા ઉદ્દેશથી માંડવી-ઓખા ફેરી બોટ સેવાને મળેલી સફળતા બાદ ટુંક સમયમાં જામનગર-મુન્દ્રા,સુરત-મહુવા,દમણ-દીવ રૂટ પણ શરૂ થાય તે માટે નોર્વેની શિપ ખરીદવામાં આવી છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ,શિપિંગ મંત્રાલય તથા પ્રવાસન વીભાગના સહયોગથી કચ્છ સાગર સેતુ અંતર્ગત ખાનગી કંપનીના સાહસથી માંડવી-ઓખા ફેરી બોટ સર્વિસ શરૂ કરવામાં આવી જેની 250 ટ્રીપ પુર્ણ કરવામાં આવી હોવાથી,પ્રવાસીઓ જળ માર્ગે આવાગમન પસંદ કરવાનું તારણ આવ્યું છે તેના અનુસંધાને ગુજરાતના અન્ય બંદરો પરથી પણ ફેરી બોટ સર્વિસ શરૂ કરવામાં આવશે.  

માંડવીના જહાજી ઉદ્યોગના ઉદ્યોગપતિ શૈલેશ મડિયારે કરોડોની કિંમતની નોર્વેમાં આકાર પામેલી 36 મીટરની લંબાઇ અને 9 મીટર પહોળાઇ ધરાવતી એનઆઇટીએજી ઇએક્સ-ધ પીનકેમ નામની આઇએમઓ 9119359 શિપની ખરીદી કરી છે તેવી જાણકારી કચ્છ-સૌરાષ્ટ્ર સાગર સેતુ યોજનાના પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેશ દોશીએ જણાવ્યું હતું.કુલ 80 સુવિધાથી યુક્ત અને 290 પેસેન્જર માટેની સિટિંગ વ્યવસ્થા સાથે 40 ટન વજન ઉંચકવાની ક્ષમતા ધરાવતા આ શિપનું વજન 421 ટન છે.નોર્વે ફેરી બોર્ડ દુબઇમાં હોવાથી ટુંક સમયમાં આ શિપ માંડવીના કિનારે આવે તેની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે.