રવિવાર, 4 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 માર્ચ 2021 (16:04 IST)

અસલાલી નજીક ભાત ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

bogus doctor
દવાનો જથ્થો અને મેડીકલના સાધનો મળી રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો 
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના અસલાલી નજીક આવેલા ભાત ગામમાં કોઈ ડીગ્રી વગર બની બેઠેલા ડોકટરની અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે. ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હોવાની એસઓજીની ટીમને બાતમી મળતા આ આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી અલગ અલગ કંપનની દવાનો જથ્થો અને મેડીકલના સાધનો મળી કુલ રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 
અસલાલી વિસ્તારમાં ગ્રામ્ય એસઓજીની ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ ચંદુભાઈને બાતમી મળી હતી કે, અસલાલીના ભાત ગામે હોળી ઢાળમાં તુષારભાઈ પટેલનું મકાન ભાડે રાખી તેમાં જીલ ક્લીનીક નામના દવાખાનું ચાલે છે. અંકિત કુમાર શાહ ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયેદસર એલોપેથીક દવાઓ આપે છે. જેનાં આધારે એસઓજીની ટીમે તે જગ્યાએ પહોંચી દરોડો પાડ્યો હતો. ત્યારબાદ અંકિત શાહ પાસે ડોક્ટરની ડીગ્રી માગતાં તેની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું કહ્યું હતું. જેથી બોગસ ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હોવાનું સામે આવતા એસઓજીની ટીમે અંકિત કુમારની ધરપકડ કરી છે. આરોપી પાસેથી દવાઓનો જથ્થો તથા મેડીકલના  સાધનો મળીને કુલ રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.