શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (14:05 IST)

બોપલ ડ્રગ્સકાંડ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, માલેતુજાર પરિવારની યુવતિઓ ડ્રગ્સ માટે બની ગઇ ડ્ર્ગ્સ પેડલર

રાજ્યમાં સતત ડ્રગ્સ નામનો રાક્ષક કબજો જમાવી રહ્યો છે. દર અઠવાડિયે ડ્રગ્સ પકડાય છે તો કાં તો ડ્રગ્સને લઇને અવનવા ખુલાસા થાય છે. હવે ગુજરાતનું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે. મોજ શોખ અને હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં ડ્રગ્સ સ્ટેટસ સિમ્બોલ સમાન બની ગયો છે. ત્યારે બોપલ હાઈપ્રોફાઈલ ડ્રગ્સકાંડના મામલામાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં માલદારો દિકરાઓ બાદ દીકરોના નામ પણ ખૂલી રહ્યા છે. જેમાં માલેતૂજાર મા-બાપની 3 યુવતિના નામ સામે આવ્યા છે જે વંદિત પટેલ નામના યુવક પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી. આ યુવતિઓ તેની પાસેથી અમેરિકન ડ્રગ્સ ખરીદતી હતી. આ કેસમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા કનેક્શન સામે આવ્યું છે. 
 
ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી અને તેનો ભત્રીજો વિપુલ આખુય રેકેટ ચલાવવામાં આવતું હતું. પરંતુ પહેલીવાર ડ્રગ્સ પેડલર તરીકે ત્રણ યુવતીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતા ખળભળાટ મચ્યો છે. આ યુવતિઓ યુવકોને આકર્ષવા અનેક પેતરા અજમાવતી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમાં ડ્રગ્સ મંગાવાતું હતું.
 
ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામીએ તેના ભત્રીજા વિપુલ ગોસ્વામી અને વંદિત પટેલ સાથે મળીને ગુજરાતમાં એક મજબૂત નેટવર્ક બનાવ્યું હતું. 705 યુવક-યુવતી જે વંદિત પાસેથી ડ્રગ્સ લેતા હતા. ધીરેધીરે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ મજબૂત નેટવર્ક ઉભું કરાયું છે. આરોપીઓ ડ્રગ્સકાંડમાં ક્રિપ્ટો કરન્સી અને ડાર્કવેબનો ઉપયોગ કરતા હતા. અને આવી રીતે ડ્રગ્સકાંડનું સમગ્ર ષડયંત્ર ચાલતું હતું. 
 
બોપલ ડ્રગ્સકાંડમાં ઉષા, સંજના અને શિવાંગી નામની ત્રણ યુવતીઓને પણ પહેલા ડ્રગ્સની બંધાણી બનાવવામાં આવી હતી, ત્યારબાદ માફિયાઓ તેમનો પેડલર તરીકે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર યુવતીઓનો ડ્રગ્સ પેડલર તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યુ છે.
 
વિપુલ ગોસ્વામી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેણે એક ગ્રુપ બનાવીને શહેરના જાણીતા બિલ્ડરો, પોલીસ અધિકારીઓ અને શહેરના માલેતુજાર લોકોના દીકરા-દીકરીઓ સાથે મિત્રતા કેળવી હતી. જેમાં વંદિત પટેલનો પણ સમાવેશ થતો હતો. વંદિત પટેલ સાથે મિત્રતા કેળવ્યા બાદ વિપુલ ગોસ્વામી અને તેના ગ્રુપમાં રહેલા લોકો અવાર નવાર બોપલના એક ફાર્મ હાઉસમાં પાર્ટીઓનું આયોજન કરતા હતા. તેમાં દારૂ અને ડ્રગ્સની અનેકવાર પાર્ટીઓ યોજાતી હતી. જેના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના બંધાણી બન્યા હતા.