1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (13:18 IST)

ભાવનગરમાં આખલાએ આંતક મચાવ્યો, ઘરની બહાર નીકળેલા આધેડને અડફેટે લીધા

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તંત્રને લોકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ રખડતા ઢોર પકડવાનો દાવો પોકળ સાબિત થાય છે. શહેરના કાળાનાળા, જશોનાથ સર્કલ, શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, ચિત્રા રોડ, સંત કવરામ ચોક, મહિલા કોલેજ, કેર્સંટ સર્કલ સહિતના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ રોડ પર અડીંગો જમાવી બેસી જતા હોય છે, તેથી વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મૂશ્કેલી સામનો કરવો પડે છે.ભાવનગર શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જે ક્યારેક જીવલેણ સાબીત થઇ શકે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. જેમાં એક આધેડને ઘરની બહાર નિકળતાં જ એક આખલો પોતાના શિંગડામાં ઉંચકી લે છે, અને ઢસડીને આશરે દસ ફૂટ દુર લઇ જઇ પોતાના શિંગડા અને પગ વડે ખુંદી નાખે છે. જોકે, સદનસીબે ઘરમાંથી પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવતાં આધેડનો જીવ બચી જાય છે.ભાવનગર શહેરના સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારનો આખલાના આતંકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં એક આખલો રોડ પર એક ઘર નજીક ઉભો છે. જે રસ્તા પર અવર જવર કરતાં લોકોને અડફેલે લેવાની ફિરાકમાં છે. એવામાં એક આધેડ ઘરની બહાર જેવા નીકળ્યા એવા આખલાએ પોતાના શિંગડામાં ઉંચકી લીધા અને થોડાક અંતર સુધી ઢસડ્યા, ત્યારબાદ આધેડને નીચે જમીન પર પાડી દઈ 30 સેકેન્ડ સુધી તેની પર હુમલો કરતો રહ્યો હતો. જોકે, સદનસીબે પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવ્યાં અને જીવ બચી ગયો. આ ઘટનામાં આધેડને બચાવવા જતા એક મહિલાને પર પણ આખલાએ હુમલો કરી પાડી દીધી હતી.